આ રચના કોની છેએ જાણી શકાયું નથી.

Today's best funny "આ રચના કોની છેએ જાણી શકાયું નથી" Funny Gujarati jokes. Look at the આ રચના કોની છેએ જાણી શકાયું નથી for whatsapp from the above display resolutions for HD, Widescreen, 4K UHD, 5K, 8K Ultra HD desktop monitors, Android, Apple iPhone mobiles, tablets. If you don't find the exact resolution of આ રચના કોની છેએ જાણી શકાયું નથી. then you are looking for, go for 'Original' or higher resolution which may fits perfect to your desktop or whatsapp.

👉  આ રચના કોની છેએ જાણી શકાયું નથી.પરંતુ જેમણે પણ લખ્યું છે તેમણે ખુબ જ સચોટ લખ્યું છે...👈

        અતિશ્રદ્ધા છે અવળચંડી,
         વેવલાપણાંનાં વાવેતર કરે.

🔹યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ
     કર્યાં ફૅક્ટરીમાં;
🔸આપણે સિદ્ધિયંત્રો બનાવી,
     ફીટ કર્યાં ફોટામાં.

🔹પશ્ચિમે ઉપગ્રહ બનાવી,
     ગોઠવી દીધા અંતરિક્ષમાં;
🔸આપણે ગ્રહોના નંગ બનાવી,
      મઢી દીધા અંગુઠીમાં.

🔹જાપાન વિજાણુ યંત્રો થકી,
      સમૃદ્ધ બન્યું જગમાં;
🔸આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,
     ગરીબી રાખી ઘરમાં.

🔹અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી
     બળવાન બન્યો વિશ્વમાં;
🔸આપણે ધાર્મિક કર્મકાંડો થકી,
     કંગાળ બન્યા દેશમાં.

🔹પશ્ચિમે પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું
     આ લોકમાં;
🔸આપણે પુજાપાઠ–ભક્તિ કરી,
     સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

🔹ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા
     નાબુદ કર્યા જગમાં;
🔸આપણે શીતળાનાં મંદિર બાંધી,
     મુર્ખ ઠર્યા આખા જગમાં.

🔹 પર્યાવરણ–પ્રદુષણથી જયારે
       જગત આખું છે ચિંતામાં;
🔸આપણે વૃક્ષો જંગલો કાપી,
     લાકડાં ખડક્યાં ચીતામાં..

🔹 વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,
       લોકોને પીડે આ દેશમાં;
🔸 ફાલતુશાસ્ત્ર છે એ,છેતરાશો નહીં,
       ઠગનારા ઘણા છે આ દેશમાં.

🔹સાયંટિફિકલિ બ્લડ ચૅક કરી,
     ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
🔸સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં,
    લગ્નકુંડાળાં  થાય આ દેશમાં.

🔹 લસણ–ડુંગળી–બટાકા ખાવાથી
      પાપ લાગે આ દેશમાં,
🔸 આખી ને આખી બેન્ક ખાવા છતાં
       પાપ  ન લાગે આ દેશમાં.

                                 ( અજ્ઞાત )

Post a Comment

0 Comments